Monday, May 13, 2019

જે વી.એલ.ઇ મિત્રો એ આર્થિક ગણતરીમાં રજીસ્ટ્રેશન કરેલું છે તે દરેક મિત્રોએ પરીક્ષા આપી દેવી આ ઉપરાંત તમારા દરેક ઓપરેટર ની પરિક્ષા ક્લીયર કરી દેવી. પરિક્ષા પાસ કર્યા પછી જ આ પ્રોજેકટમા કામ કરવા માટેની મંજૂરી મળશે. 

સ્ટેપ
-સૌ પ્રથમ https://Digitalseva.csc.gov.in લોગીન કરો.
-ત્યાં બાદ જમણી બાજુ આપેલ 7th Economic sensus  નોટિફિકેશન પર ક્લિક કરો.
-ત્યાર બાદ Training & Exam પર ક્લિક કરી Assessment  પર જઈને અસાઈમેન્ટ ક્લીયર કરવા ત્યાર બાદ તમે પરિક્ષા આપી શકો છો.
પરીક્ષા આપતી વખતે  નીચે મુજબ ના મુદ્દાઓ ધ્યાન માં રાખવા
- પરીક્ષા સોમવાર થી શુક્રવાર સવાર ના 9.30 થી સાંજ ના 6:00 વાગ્યા સુધી લઈ શકાશે
-પરીક્ષા સમય ઓરિજિનલ આઈડી પ્રુફ સાથે રાખવાનું રહેશે
-પરીક્ષા આપતી વખતે કોમ્પ્યુટરમાં Anydesk,Ammy Admin,Team Viewer ને Uninstalled કરી દેવા અને ગુગલ ક્રોમ brovser ની History,Cookie, Temp File Reset કરવી. આ ઉપરાંત Anti Virus ને થોડો સમય ડિસેબલ કરી દેવો.
-તમારું આઈડી કાર્ડ અને ફોટો પડી જ્યાં સુધી પરીક્ષા માટે મંજૂરી ના મળે ત્યાં સુધી રાહ જોવાની રહેશે.
-પરીક્ષા ચાલુ થાય પછી કોઈ અન્ય એક્ટિવિટી કરવી નહીં ફક્ત પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું.
-પરીક્ષા માં કુલ 25 પ્રશ્નો પૂછાસે જેનો સમય 1 કલાક નો રહેશે અને વધુ મા વધુ 2 ટ્રાય આપી શકો છો.
વધુ માહિતી માટે જિલ્લા મેનેજર નો સંપર્ક કરો.
CSC Team Bharuch