Thursday, February 21, 2019

PRDHAN MANTRI SHRAM DHAN YOJNA PMSYM

ભારત સરકારે મુખ્ય મંત્રી શ્રમ યોગી માન-ધન (પી.એમ.-એસ.આઇ.એમ.) ના નામ હેઠળ અસંગઠિત કામદારો માટે એક પેન્શન યોજનાની રજૂઆત કરી છે, જેથી અસંગઠિત કામદારો માટે વૃદ્ધાવસ્થાને રક્ષણ મળે.
અસંગઠિત કામદારો મુખ્યત્વે ઘર આધારિત કર્મચારીઓ, શેરી વિક્રેતાઓ, જમીનવિહીન મજૂરો, પોતાના ખાતાના કામદારો, કૃષિ કાર્યકરો અથવા માસિક આવક સાથેના અન્ય સમાન વ્યવસાયો રૂ. 15,000 / - સુધીનાં 18-40 વર્ષની ઉંમરના વયજૂથની સાથે જોડાયેલા છે.
ઉંમરના પ્રમાણે જેટલા પૈસા ગ્રાહકના બેન્ક માંથી દર મહિને કપાશે  તેટલા જ પૈસા સરકાર ગ્રાહક ની  પેંશન યોજના માં જમા કરશે, અને ગ્રાહક ની ઉમર 60 વર્ષની થશે ત્યારે તે 3,000 પેંશન નો હકદાર બનશે
આ યોજના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી છે
આ યોજના અસંગઠિત કામદારો માટેની પેન્શન યોજના છે
18 થી 40 વર્ષ સુધીના વ્યક્તિને આ યોજનાનો લાભ આપડે આપી શકીશું
મહિનાની 15,000 થી ઓછી આવક ધરાવતા વ્યક્તિ આ યોજનામાં લાભ લઇ શકશે
નેશનલ પેંશન યોજના NPS, ESIC અને EPF જેવી યોજના અને ભારત સરકારમાં ટેક્સ ભરતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ નહિ લઇ શકે
અસંગઠિત કામદારો મુખ્યત્વે ઘર આધારિત કર્મચારીઓ, શેરી વિક્રેતાઓ, જમીનવિહીન મજૂરો, પોતાના ખાતાના કામદારો, કૃષિ કાર્યકરો અથવા માસિક આવક સાથેના અન્ય સમાન વ્યવસાયો વગેરે પ્રકારના લાભાર્થીઓ ને લાભ મળશે


CSC  VLE એ આ યોજના માં કેવી રીતે કામ કરવું

https://pmsym.csccloud.in/ વેબસાઈટ છે
પોતાના CSC ID & Password  વડે VLE લોગીન થઇ શકશે
ગ્રાહક જોડે ફક્ત આધારકાર્ડ અને બેન્કની માહિતી જોઈશે
VLE એ ગ્રાહકની Online એન્ટ્રી આધારકાર્ડ માં લખેલા નામ અને સ્પેલિંગ પ્રમાણે જ કરવાની રહેશે
ગ્રાહક નો મોબાઈલ નંબર ફરજીયાત નાખવો, ઇમેઇલ પણ નાખી શકાય છે.
ત્યારબાદ જન્મતારીખ અને ગ્રાહક પુરુષ છે કે સ્ત્રી તે સિલેક્ટ કરવું
પછી નીચે ના Option માં NPS/ESIC/EPFO માં ગ્રાહકે લાભ ના લીધેલ હોય તો NO સિલેક્ટ કરવું
ત્યારબાદ ગ્રાહક Tax ના ભરતો હોય તો NO સિલેક્ટ કરી આગળ વધવું
નીચે નિયમો અને શરતો માં ટીક માર્ક માં ટીક કરી જનરેટ OTP માં ક્લિક કરવું
મોબાઈલ માં OTP આવશે તે નાખી આગળ ફિંગર નો Option આવશે ત્યારબાદ ગ્રાહકની ફિંગર લેવી
પછી ના સ્ટેપ માં ગ્રાહક ની બેન્કની ડીટેઅલ્સ ભરી Submit કરવું
ત્યારબાદ જે ફોર્મ જનરેટ થાય તેની પ્રિન્ટ કાઢી ગ્રાહકની ચાર જગ્યાએ એક ઉપર બોક્સમાં અને ત્રણ  નીચે બોક્સમાં સહી કરાવી તેને સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે
તમારું ફોર્મ હવે સફળતા પૂર્વક સબમિટ થઇ ગયું છે.
ફોર્મ સબમિટ થતાની સાથેજ કાર્ડ જનરેટ થઇ જશે જેની કલર પ્રિન્ટ કાઢી લેમિનેશન કરી ગ્રાહકને તરત આપી દેવાની રહેશે

CSC VLE એ લેવાની ફી
ફોર્મ ભર્યાબાદ ગ્રાહકની ઉંમરના પ્રમાણે જે પણ ફી નો પહેલો હપ્તો હશે તે આપણા CSC વોલેટ માંથી કપાશે અને તેમાં 20 રૂપિયા જેવું કમિશન આપડું  ઓછું કપાશે
હવે તમારી સામે ગ્રાહક નું શ્રમ યોગી કાર્ડ જનરેટ થયું છે તેની કલરપ્રિન્ટ કરી લેમિનેશન કરી ગ્રાહકને તરતજ આપી દેવાનું રહેશે
Example તરીકે :- ગ્રાહક ના મહિને 75 રૂપિયા કપાતા હશે તો તમારે 75 રૂપિયાજ લેવાના છે તમારા વોલેટ માંથી ફક્ત 56 રૂપિયા કપાશે...
ગ્રાહક ના શ્રમ યોગી  કાર્ડ ઉપર જેટલા પૈસા લખેલા હોય તેટલાજ પૈસા ગ્રાહક જોડે લેવાના રહેશે એની ઉપર એકપણ પૈસો ગ્રાહક જોડે લેવાનો નથી
તમને જે 20 રૂપિયા જેવું  કમિશન મળે છે તેમાંથી જ કાર્ડ પ્રિન્ટ કરી લેમિનેશન કરી ગ્રાહકને આપવાનું છે


રોજ નું રિપોર્ટિંગ કરવું ખૂબ જ જરૂરી છે દરેક વી એલ ઈ ભાઈઓ નીચેની લીંક પર ક્લીક કરી પોતાનો રિપોર્ટ સબમિટ કરે

https://goo.gl/forms/GyNCfS4mn3RuRwDz1

CONTRIBUTION  LIST